BCCIએ કર્યો ધડાકો, હાર્દિક નહીં પરંતુ આ ખેલાડીને મળશે ટી20 વર્લ્ડ કપમાં ફિનિશર તરીકે સ્થાન…



તમને જણાવી દઈએ કે આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે હાલ ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે અને આઇપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપમાં ખેલાડીઓને સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

આઈપીએલની વચ્ચે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પહેલા બીસીસીઆઈ દ્વારા મોટા સંકેતો આપવામાં આવ્યા છે. આઈપીએલ પહેલા ઘણા બધા ખેલાડી ઈજાગ્રસ્ત હતા. જેમાં રિષભ પંત, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. આ તમામ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે.

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે આઈપીએલ 2024માં અત્યાર સુધી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં વર્લ્ડ કપમાં તેના માટે સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે અને બીસીસીઆઇ દ્વારા પણ તેને કહેવામાં આવ્યું છે કે જો તેને ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું હોય તો બેટિંગની સાથે બોલિંગમાં પણ દમદાર પ્રદર્શન કરવું પડશે.

આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યા છેલ્લી ઘણી મેચોથી બોલિંગ કરતો જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં સિલેકટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા દ્વારા હાર્દિક પંડ્યાને ચેતવણી આપવામાં આવી છે કે જો તેને ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું હોય તો સતત બોલિંગ કરવી પડશે. ફક્ત બેટિંગના આધારે તેને ટીમમાં સ્થાન મળશે નહીં કારણકે હાલમાં ભારત પાસે એવા ખેલાડીઓ છે જે હાર્દિક પંડ્યાથી પણ સારી બેટિંગ કરી શકે છે.

Post a Comment

17 Comments