આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે સફળ સાબિત થઈ શક્યો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024 પહેલા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી હાર્દિક પંડ્યાને મુંબઈનો નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી આઈપીએલ 2024માં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રમાયેલી આઠમાંથી ફક્ત ત્રણ મેચોમાં જીત મળી છે. જ્યારે પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે મુંબઈ ઇન્ડિયન્સને પ્લેઓફમાં કવોલીફાઈ કરવા માટે બાકી રહેલી છ માંથી પાંચ મેચો જીતવી પડશે. આવી સ્થિતિમાં મુંબઈની ટીમ હવે લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
મુંબઇ ઇન્ડિયન્સે આઈપીએલની પાંચ ટ્રોફી જીતી છે. આટલી સફળ ટીમ હોવા છતાં પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે ટીમ મેનેજમેન્ટ મોટો નિર્ણય લઈ શકે છે અને હાર્દિકને હટાવી આ ઘાતક ખેલાડીને ટીમનો નવો કેપ્ટન બનાવી શકે છે. તો ચાલો જોઈએ તે કોણ છે.
આઈપીએલ 2024માં મળેલી નિષ્ફળતા બાદ ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને હટાવીને જસપ્રિત બુમરાહને ટીમનો નવો કેપ્ટન બનાવી શકે છે. જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તે આ પહેલા ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને તે મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ કરવા માટે પણ સક્ષમ છે. આવી સ્થિતિમાં બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનો આગામી કેપ્ટન બની શકે છે.
આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલીંગમાં પણ અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. કેપ્ટનશીપના પ્રેશરમાં તે બેટિંગ કરવાનું ભૂલી જ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાઈસ્કોરિંગ મેચમાં તે 120 અને 130ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે. જેના કારણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સ્ટ્રગલ કરતી જોવા મળી રહી છે.
0 Comments