હાર્દિક બન્યો ઘમંડી, બુમરાહ કે સુર્યાને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…


 આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 18 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ પંજાબને નવ રને માત આપી આ સીઝનની ત્રીજી જીત મેળવી લીધી છે. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો મુંબઈએ અત્યાર સુધીમાં સાત મેચો રમી છે. જેમાં ત્રણ મેચોમાં જીત મળી છે. જ્યારે ચાર મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈને હવે પ્લેઓફમાં કવોલીફાઈ કરવા માટે બાકી રહેલી સાતમાંથી ચારથી પાંચ મેચો જીતવી પડશે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માગશે નહીં. હાર્દિક પંડ્યા આ વર્ષે બેટિંગ અને બોલિંગમાં કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સ્થાન મેળવવા માટે હાર્દિકને સતત બોલિંગ કરવી પડશે તેવું કેપ્ટન રોહિત શર્મા અને સિલેકટર અજીત અગરકર દ્વારા જણાવવામાં આવ્યું છે.

પંજાબ સામેની મેચની વાત કરીએ તો પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા અને પંજાબને જીત માટે 193નો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરતા સમયે પંજાબની ટીમે માત્ર 14 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ આશુતોષ શર્મા અને શશાંક સિંહની પાર્ટનરશીપના કારણે અંતે મુંબઈએ આ મેચને નવ રને જીતી લીધી હતી.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી બેટિંગમાં સૂર્યકુમાર યાદવએ 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. જેમાં 7 ફોર અને 3 સિક્સ સામેલ છે. આ સિવાય બોલિંગની વાત કરીએ તો બુમરાહે પોતાની ચાર ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેના કારણે મુંબઈની ટીમ આ મેચ જીતવામાં સફળ રહી પરંતુ મેચ જીત્યા બાદ જ્યારે પ્રેસમાં હાર્દિક પંડ્યાએ આ બંનેને અવગણી આ ઘાતક ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે ગેરાલ્ડ કોએત્ઝીએ જબરદસ્ત બોલિંગ કરી છે. જેના કારણે અમે આ મેચ જીતી શક્યા છીએ. તેણે શરૂઆતમાં અમને વિકેટો અપાવી હતી. ગેરાલ્ડ કોએત્ઝીએ આ મેચમાં પોતાની ચાર ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે આ મેચના સૌથી ઘાતક લાગી રહેલ ખેલાડી આશુતોષ શર્માને આઉટ કર્યો હતો. જે બાદ મુંબઈ આ મેચ જીતવામાં સફળ રહી હતી.

Post a Comment

0 Comments