હાલમાં ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીએ ગુજરાતને 67 બોલ બાકી રહેતા છ વિકેટે માત આપી હતી. જે બાદ હાલમાં દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર છે અને ગુજરાતની ટીમ સાતમા ક્રમ પર છે.
સમગ્ર મેચની વાત કરવામાં આવે તો દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ગુજરાતની ટીમ 89 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી અને દિલ્હીને જીત માટે 90 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમે આ ટાર્ગેટને 67 બોલ બાકી રહેતા હાસિલ કર્યો હતો. જેના કારણે ગુજરાતની નેટ રનરેટ પર મોટી અસર જોવા મળી છે.
હવે ગુજરાતને પ્લે ઓફમાં ક્વોલિફાઈ કરવા માટે બાકી રહેલી સાતમાંથી ચાર મેચો જીતવી પડશે નહીં તો ગુજરાતને આ વર્ષે પ્લે ઓફમાં સ્થાન મળશે નહીં. આઈપીએલ 2022માં ચેમ્પિયન બનેલી આ ટીમ ફરી એક વખત ટ્રોફી જીતવા માટે આગામી મેચમાં એક મજબૂત પ્લેઈંગ ઈલેવન સાથે મેદાને જોવા મળી શકે છે. જેના માટે શુભમન ગિલને મહેનત કરવી પડશે.
દિલ્હી સામેની મેચમાં હારનું કારણ બનેલ આ ખેલાડીઓને શુભમન ગિલ હવે ટીમમાંથી બહાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે દિલ્હી સામેની મેચમાં ગુજરાતનો બેટિંગ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. જેમાં અભિનવ મનોહર, રિદ્ધિમાન શાહ અને શાહરુખ ખાન જેવા ખેલાડીઓને તક મળવા છતાં કઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આવી સ્થિતિમાં હવે તેવો ટીમમાંથી બહાર થઈ શકે છે.
શુભમન ગિલ હવે આગામી મેચોમાં મોટા બદલાવો સાથે મેદાને જોવા મળશે તે નક્કી છે. કારણકે દિલ્હી સામેની મેચમાં ગુજરાત ફક્ત 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ગુજરાતની નેટ રનરેટ પર મોટી અસર જોવા મળી છે અને હવે ગુજરાતને પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવા માટે જીતની સાથે નેટ રનરેટમાં પણ સુધારો કરવો પડશે.
0 Comments