9 બોલમાં 28 રન બનાવીને ધોનીએ મચાવી તબાહી… – જુઓ વિડિયો


 આઈપીએલ 2024માં હાલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે અટલ બિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. જેમાં લખનઉએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

સમગ્ર મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપરકિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સમયે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ અંતે મહેન્દ્રસિંહ ધોનીએ 9 બોલમાં 28 રન બનાવીને ટીમનો સ્કોર 176 રન સુધી પહોંચાડ્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની આ મેચમાં પોતાના જૂના રૂપમાં જોવા મળ્યો હતો. તેણે ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 28 રન બનાવ્યા હતા. જેના કારણે ચેન્નઇ સુપરકિંગ્સનો સ્કોર 176 રન સુધી પહોંચી શક્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીની આ બેટિંગના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ધોની આ વર્ષે ખૂબ જ ઘાતક ફોર્મમાં જોવા મળી રહ્યો છે. દરેક મેચમાં તે અંતિમ ઓવરોમાં આવે છે અને ધમાકેદાર બેટિંગ કરે છે. લખનઉ સામેની મેચમાં પણ તેણે આવું જ કંઈક કર્યું છે. તો ચાલો વીડિયો જોઈએ.

Post a Comment

0 Comments