આઈપીએલ 2024માં હાલ તમામ ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. ચેન્નઇ સુપરકિંગ્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધી રમાયેલી છ મેચોમાંથી ચાર મેચોમાં જીત મેળવીને હાલ પોઇન્ટ ટેબલમાં નંબર ત્રણ પર છે. ચેન્નઈ આ વર્ષે પણ પ્લેઓફમાં કવોલિફાઇ કરવા માટે સૌથી મોટી દાવેદાર છે. ધોનીની આ છેલ્લી આઈપીએલ છે આવી સ્થિતિમાં ચેન્નઈની ટીમ ટ્રોફી જીતવા માંગશે.
ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી અત્યાર સુધી રમાયેલી મેચોમાં શિવમ દુબેએ બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ સિવાય રુતુરાજ ગાયકવાડ પણ હવે ફોર્મમાં આવી ગયો છે. બોલિંગની વાત કરવામાં આવે તો મુસ્તાફિઝુર અને મથીશા પથિરાના જબરદસ્ત પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.
આ બધાની વચ્ચે ચેન્નઇ સુપરકિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો આ અનુભવી ખેલાડી ચેન્નઇને છોડીને પોતાના દેશ પર ફરવા માંગે છે. આવી સ્થિતિમાં ચેન્નઈ સુપરકિંગ્સનું ટેન્શન વધ્યું છે. કારણ કે દિપક ચહર હાલ કઈ ખાસ પ્રદર્શન કરતો જોવા મળ્યો નથી. જેથી આ ઘાતક ખેલાડી બહાર થશે તો ટીમને મોટું નુકસાન થઈ શકે છે.
IPL 2024માં 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. તેનો મુખ્ય ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન ટુર્નામેન્ટની વચ્ચે ટીમ છોડી દેશે. તે બાંગ્લાદેશ પરત ફરશે. મુસ્તફિઝુરે અત્યાર સુધી 5 મેચમાં 10 વિકેટ લીધી છે. તે ટીમ માટે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. મુસ્તફિઝુર 1 મે સુધી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રહી શકશે.
મુસ્તાફિઝુર 1 મે પછી ઉપલબ્ધ રહેશે નહીં. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, કારણ કે ટીમે 3 મેથી ઘરઆંગણે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે. મુસ્તફિઝુરને ટીમમાં રાખવામાં આવશે, કારણ કે બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપ પહેલા અમેરિકા સામે ત્રણ ટી-20 મેચ પણ રમશે. ખરેખર, મુસ્તફિઝુર 30 એપ્રિલે પરત ફરવાનો હતો, પરંતુ BCBએ સમયમર્યાદા વધારી દીધી છે.
0 Comments