દિનેશ કાર્તિક નહીં પરંતુ ટી20 વર્લ્ડ કપમાંથી આ ઘાતક ખેલાડી કાપશે રિષભ પંતનું પત્તું…


 આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વર્લ્ડ કપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. હાલ ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલમાં તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આઈપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમને સતત એક સારા વિકેટ કીપરની શોધ હતી. જે શોધ રિષભ પંતે પૂરી કરી હતી. પરંતુ રિષભ પંતનું કાર અકસ્માત થયા બાદ તે લાંબા સમય માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો અને હવે તે રમવા માટે ફીટ થઈ ગયો છે અને આઈપીએલમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ ટી20 વર્લ્ડ કપમાં તેને સ્થાન મળશે કે નહીં તે હજુ નક્કી નથી.

આ બધાની વચ્ચે હાલમાં આઇપીએલમાં આ ઘાતક ખેલાડી શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે. તે ટી20 વર્લ્ડ કપમાંથી રિષભ પંતનું પત્તું કાપી શકે છે. હાલમાં તેણે એક જબરદસ્ત ઇનિંગ રમીને ટી20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. આ સિવાય તે વિકેટ કીપિંગમાં પણ માહેર છે. તો ચાલો જોઈએ તે કોણ છે.

આઈપીએલ 2024માં ગઈકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં કેએલ રાહુલ ધમાકેદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે આ મેચમાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. જેમાં નવ ફોર અને ત્રણ સિક્સ સામેલ છે. આ સિઝનમાં અત્યાર સુધી કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે તેને વર્લ્ડ કપમાં પણ સ્થાન મળી શકે છે. કેએલ રાહુલ બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ મહેર છે.

કેએલ રાહુલની વાત કરીએ તો વનડે વર્લ્ડ કપ 2023માં તે ભારત તરફથી વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે વર્લ્ડ કપ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે ટી20 વર્લ્ડ કપ પહેલા તેનું આ ફોર્મ ભારત માટે સારું સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા હવે તેને ટીમમાં સામેલ કરવા માટે વિચાર કરી શકે છે.

Post a Comment

0 Comments