આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 19 એપ્રિલના રોજ અટલબિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં લખનઉએ ચેન્નઈને માત આપી આ સિઝનની ચોથી જીત મેળવી લીધી છે. આ સાથે જ લખનઉની ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં નંબર પાંચ પર પહોંચી ગઈ છે.
સમગ્ર મેચની વાત કરવામાં આવે તો લખનઉની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 57 રન અને મહેન્દ્રસિંહ ધોનીએ 9 બોલમાં 28 રન બનાવ્યા હતા. જેના કારણે ચેન્નઈની ટીમ 176 રન સુધી પહોંચી શકી હતી.
ચેન્નઈએ લખનઉને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરતા સમયે લખનઉની ટીમે આ લક્ષ્યને 19 ઓવરમાં હાસિલ કર્યો હતો અને ચેન્નઈને માત આપી હતી. આ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. મેચ બાદ ચેન્નઈનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે આ ગુજરાતી ખેલાડીને જાહેરમાં હારનું કારણ ગણાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ચેન્નઇ સુપરકિંગ્સની ટીમે આ મેચની શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજાને બેટિંગમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ તેણે આ મેચમાં 40 બોલમાં 57 રન બનાવ્યા હતા. જે ટી20 ક્રિકેટના હિસાબે સ્લો કહી શકાય. તેની ધીમી બેટિંગના કારણે ચેન્નઈની ટીમ 20 ઓવરમાં ફક્ત 176 રન બનાવી શકી હતી.
રવિન્દ્ર જાડેજા આ મેચમાં મોટા શોર્ટ રમવામાં અસફળ રહ્યો હતો. જેના કારણે અન્ય ખેલાડીઓ પર દબાણ વધતું જોવા મળ્યું હતું. ચેન્નાઈના બીજા ખેલાડીઓ પર પ્રેશર વધવાને કારણે સતત વિકેટો ગુમાવતા અંતે ટીમ ફક્ત 176 રન સુધી પહોંચી શકી હતી અને આ લક્ષ્યને લખનઉની ટીમે આસાનીથી હાસિલ કર્યો હતો.
0 Comments